દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના || Insurance Assistance Scheme to Family Members of Persons with Disabilities

 લાભ મેળવવાની પાત્રતા?


૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ.

સમાજ સુરક્ષા ખાતાનું દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવનાર વ્યક્તિ.

લાભ શું મળે ?


આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગ બને તો આ યોજનાનો લાભ વિમા પોલિસીની શરતોને આધીન રહીને મળવા પાત્ર છે, જેમાં લાભાર્થીને રૂ.૧ લાખ સુધીનું વિમા કવચ નીચે મુજબ મળવાપાત્ર છે.



સહાયની વિગત:

૧ અકસ્માતના કારણે મૃત્યુ /કાયમી,સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા

૨ અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/ પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા(આંખના કિસ્સામાં આંખની સંપૂર્ણ ૧૦૦ ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગના કિસ્સામાં ઘુંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોવો જરૂરી છે)

૩ અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા

૪ અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.  


લાભ મેળવવા અરજી કોને કરવી ?


અરજદાર તરફથી અકસ્માત મુત્યુ/ દિવ્યાંગતાની તારીખથી ૯૦ દિવસની અંદર નિયત નમૂનામાં આધાર પુરાવા સાથેની વળતરની અરજી નોડલ ઓફિસરને મળે તે તારીખથી દિન-૩૦ માં જરૂરી ચકાસણી કરી તેમનાં પ્રમાણપત્ર તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે વીમા નિયામકશ્રીની કચેરી/વીમા કંપનીને મોકલી આપવાની રહેશે. પરંતુ જો પ્રાથમિક તબક્કે આ યોજનાના ઠરાવની જોગવાઇઓ ધ્યાને લેતા અરજી ગ્રાહ્ય રહી શકે તેમ હોય નહી તો યોજનાના સંબંધિત નોડલ અધિકારીએ તેની કક્ષાએથી જ ફરજીયાત નકારવાની રહેશે તથા તેની જાણ અરજદારને બારોબાર કરવાની રહેશે. આ રીતે નોડલ અધિકારીને દાવો નકારવાની સત્તા છે.


Previous Post Next Post